ઉત્તર પ્રદેશ રાજ્યના બરેલીમાંથી દસમા ધોરણના એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપુતે કરેલી આત્મહત્યાથી સમગ્ર બોલિવુડને એક મોટો આંચકો આવ્યો છે. અનેક લોકો એ પ્રશ્ન કરી રહ્યા છે કે, આટલા ટેલેન્ટેડ એક્ટરે આવું શા માટે કર્યું? હવે ઉત્તર પ્રદેશ રાજ્યના બરેલીમાંથી દસમા ધોરણના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. એનું નામ કાર્તિક સક્સેના હતું. ટીવી પર એક્ટર સુશાંતના સમાચાર જોઈને ગળેફાંસો ખાઈને આ વિદ્યાર્થીએ જીવન ટૂકાવી દીધું છે. આ વિદ્યાર્થીએ પોતાની સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, અભિનેતા સુશાંતસિંહ આત્મહત્યા કરી શકે છે તો હું કેમ નહીં? આ વિદ્યાર્થીએ મરતા પહેલા સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, એનામાં કિન્નર જેવા લક્ષણ હતા. ચહેરો પણ છોકરી જેવો હતો. જેના કારણે લોકો એની મજાક ઉડાવતા હતા. પોલીસને આત્મહત્યા અંગેની ફરિયાદ મળતા પોલીસે ટીમ સાથે એના ઘર તથા વિસ્તારની તપાસ શરૂ કરી દીઘી હતી. આત્મહત્યા કરનારા વિદ્યાર્થીના પિતા મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે. જ્યારે માતાનું નિધન થયું છે. હવે વિદ્યાર્થીને પણ એવું લાગતું હતું કે, એનામાં કિન્નરોના લક્ષણ છે. તેથી આત્મહત્યા કરવા સિવાય બીજો વિકલ્પ ન હતો. વિદ્યાર્થીએ લખ્યું હતું કે, જો તે આત્મહત્યા નહીં કરે તો કિન્નર જેવા લક્ષણને કારણે પિતા માટે તે એક ગ્રહણ સમાન બની રહેશે. તેથી મરવું જરૂરી છે. તે એક સારો ગાયક હતો અને બાળકોને આર્ટ શીખવાડવા માગતો હતો.