મોરબી હળવદ હાઈવે પર ટ્રકની ઠોકરે આધેડનું મોત

મોરબી હળવદ હાઈવે પર માર્ચ મહિનામાં થયેલા અકસ્માત અંગે ગુન્હો નોંધાયો છે જેમાં ટ્રક ચાલકે ઠોકર મારતા રાહદારી આધેડનું મોત થયું હોય અને ટ્રક ચાલક વાહન લઈને નાસી ગયો હતો રાજસ્થાનના રહેવાસી કૈલાશચંદ્ર શંકરલાલ મીણા (ઉ.વ.૩૨) વાળાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક ટ્રેઇલર નં જીજે ૧૨ એયુ ૫૩૬૭ ના ચાલક રણધીરસિંહ મહારાજસિંહ જાટ રહે પંજાબ વાળો ટ્રક પુરઝડપે ચલાવી ફરિયાદીના સંબંધી ભગવાનભાઈને ઠોકર મારતા ગંભીર ઈજાથી મોત થયું હતું જયારે આરોપી ટ્રક ટ્રેઇલર લઇ નાસી ગયો હોય મોરબી તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.