નરાધમ વૃદ્ધે યુવતીને એકાંતમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું: કહી હતી આ ચોંકાવનારી વાત

અમરેલીઃ ખાંભાના ઉમરીયા ગામે રહેતી એક ર૩ વર્ષીય કુંવારી યુવતીને અચાનક જ સારા દિવસો ચડતાં વાલીઓ ચોંકી ઊઠયાં હતાં અને તપાસ કરાવતા તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું તેમજ ગામમાં જ રહેતા વૃદ્ધ શખશે બળજબરીપૂર્વક તેની સાથે કુકર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો હતો. ખાંભા તાલુકાના ઉમરીયા ગામે રહેતા કનુ મધુભાઈ નસીત નામના શખશે અગાઉ તા.૧૬ જાન્યુઆરીના દિવસે ગામની જ એક યુવતીને પોતાની જાળમાં ફસાવીને યુવતીના ઘરની નજીક આવેલી ડંકી પાસે આવેલા નરેડામાં લઈ જઈને તેની સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો અને જો કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ કોઈને પણ આ ઘટનાની વાત કરી નહોતી. બાદમાં પણ આરોપીએ આ યુવતીની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ઘટનાના ત્રણ મહિના બાદ યુવતી કુંવારી હોવા છતાં પણ તેને ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. તપાસ કરતાં ગામમાં જ રહેતા શખશે બળાત્કાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ભોગ બનેલી યુવતીની ફરીયાદ પરથી પોલીસે આરોપીની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ અંગેની વધું વિગતો આપતા તપાસનિશ પીએસઆઈ સરવૈયાએ જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે તે ૬૦ વર્ષની ઉમરનો છે અને બે પુખ્તવયના સંતાનોનો પિતા પણ છે.