માણાવદરમાં વેપારીની નજર ચુકવી 61 હજાર ભરેલ પાકીટ અજાણી સ્ત્રીઓ ઉપાડી નાસી ગઇ

માણાવદરમાં એક કાપડના વેપારીની દુકાનમાં બે નાના બાળકો સાથે બે અજાણી સ્ત્રીઓ સાડી ખરીદવાને બહાને આવી વેપારીની નજર ચૂકવી 61 હજારનું પાકીટ નજર ચુકવી લઇ ગયાની ફરિયાદ દુકાનદારે માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવી.આ અંગેની વિગત મુજબ બાવાવાડીમાં રહેતા અને જેડીસીસી બેંકની સામે જલારામ મેચીંગ સેન્ટર નામની દુકાન ધરાવતા હર્ષદભાઈ રુપારેલીયાની દુકાનમાં બે અજાણી સ્ત્રીઓ અને તેમની સાથે બે નાના બાળકો દુકાનમાં ગ્રાહક તરીકે તેમને કપડા કઢાવેલ તે દરમિયાન આ વૃધ્ધ વેપારીની નજર ચુકવી 61 હજાર ભરેલુ પાકીટ ચોરી કરી લઇ ગયા જે ઘટના બનવા પામતા માણાવદર પોલીસ સ્ટેશનમાં પી.વી. ધોકડીયા પીએસઆઈ પાસે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે. મારામારી મઘરવાડા ગામે પ્રવિણભાઈ ભીમાભાઈ ચુડાસમાની પુત્રી પ્રીતિબેન પાન બીડીની દુકાન ચલાવતાં હોય તેમની દુકાને અગાઉ આરોપી રામમોરાડના નાનાભાઈ ભરત મોરાજી સાથે સોડા લેવા બાબતે માથાકૂટ કરેલ તે મનદુખના કારણે પ્રીતિબેનના નાનાભાઈને ઢીકા પાટુનો માર મારી અને પ્રીતિબેનને લીલુ લાકડી માથામાં મારી દેતા લોહીલુહાણ હાલતમાં કેશોદ હોસ્પિટલ લઇ જતાં જ્યાં તેણીને 4 ટાકા આવ્યાનું ફરિયાદમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.