શાપર-વેરાવળના બુધ્ધનગરમાં પતિનાં ત્રાસથી પત્ની-પુત્રીએ ફીનાઈલ પી લીધું

રાજકોટ, શાપર વેરાવળનાં બુધ્ધનગરમાં ગૃહકંકાસથી માતા-પુત્રીએ ફીનાઈલ ગટગટાવી લેતાં તેને અત્રેની સિવિલમાં ખસેડાયા છે.બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, શાપર-વેરાવળનાં બુધ્ધનગરમાં રહેતા શોભનાબેન કિશોરભાઈ વાળા (ઉ.38) અને પુત્રી મોનાલીબેન (ઉ.18) એ ફીનાઈલ પી લેતાં તેને સારવાર અર્થે ખસેડાયા છે. શોભનાબેને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પતિ કિશોર રીક્ષા ચલાવે છે. છેલ્લા ચાર વર્ષથી પતિને મમતાબેન નામની એક મહિલા સાથે આડાસબંધ છે. મમતા પરિણીત અને રિસામણે આવેલી છે. કિશોર ઘરમાં પૈસા આવતો નથી અને હેરાન-પરેશાન કરતા પગલુ ભરી લીધું હતું. આ મામલે શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.