વાસદ નજીક કારે બાઈક સાવરને ટક્કર મારતાં એકનું મોત, ૧ ગંભીર

નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા વાસદના સર્વિસ રોડ પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક કારે આગળ જતા બાઈકને ટક્કર મારતાં એક યુવાનનું મોત થયું હતુ જ્યારે બીજાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે વાસદ પોલીસે કારના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે….