તસ્કરીના કેસમાં ૪ વર્ષથી ભાગેડુ ભુજનો યુવાન પોલીસના સકંજામાં

ભુજ, શહેરના બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા તસ્કરી વિશેના કેસમાં છેલ્લા ૪ વર્ષથી કાયદાના રક્ષકોને હાથતાળી આપીને’ ફરતા ભુજના મહેબુબ અબ્દુલ્લસતાર ચાકી નામના યુવાનને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની પેરોલ ફરલો સ્કવોડ દ્વારા ઝડપી પડાયો હતો. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી અનુસાર ભુજમાં સુરલભીટ્ટ રોડ ઉપર ખત્રી કોલોનીમાં રહેતો મહેબુબ ચાકી વર્ષ 2016માં તસ્કરીના કેસમાં તેની સંડોવણી નીકળ્યા બાદ ભાગતો ફરતો હતો. દરમ્યાન તેના વિશે સ્કવોડના રઘુવિરાસિંહ જાડેજા અને દિનેશ ગઢવીને મળેલી સંયુકત બાતમીના આધારે ફોજદાર જે.પી. સોઢાની રાહબરીમાં તેને ભુજમાં ભીડનાકા બહાર શકિત હોટલ પાસેથી ઝડપી લેવાયો હતો.ઈસમને આગળની કાયદાકીય કાર્યવાહી માટે બી. ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો.”