સામખિયાળી નજીકથી આધેડ મૃત હાલતમાં મળી આવ્યો

ગાંધીધામ: ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક એક આધેડ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના સત્તાવાર સાધનો નજીકથી મળતી માહિતી અનુસાર અજંતા હોટેલના પાછળ આજે સવારના અરસામાં આધેડ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે આહીર જેવાં કપડાં પહેર્યાં હોવાનું પોલીસે કહ્યું હતું. મૃતકની ઓળખ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. પોસ્ટમોર્ટમ બાદ મોત થવાનું સાચું કારણ જાણી શકાશે. હાલ પોલીસે અકસ્માત મોતની ફરિયાદ  નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.”