ધોરાજી: વીડીમાંથી ૧૩૦ બોટલ બિનવારસી શરાબ ઝડપાયો

ધોરાજી : પીઆઇ વિજયકુમાર જોષી તેમજ ડી સ્ટાફના જવાનો ભુખી ચોકડીથી આગળ આવેલ ભાદર નવીની વીડીમાંથી ઇંગ્લીશ શરાબની બોટલ પ૬ ઝડપી પાડેલ અને બાદમાં પોલીસ કાફલો અંધારામાં વીડીમાં તપાસ કરતા વધુ શરાબની ૮૦ જેટલી બોટલો મળી આવેલ અને પોલીસે આ શરાબ કોનો છે. કોને દેવાનો હતો અને શરાબના માલીક પોલીસને જોઇને ભાગી ગયેલ છે. આ કામગીરીમાં પીએસઆઇ વસાવા, પીએસઆઇ નયનાબેન કદાવાલા ડી સ્ટાફના ચંદ્રસીંહ વસૈયા, અનિરૂધ્ધસીંહ ઝાલા, રમેશભાઇ બોદર, પ્રદિપસિંહ ચુડાસમા, સહદેવસિંહ ચૌહાણ, હિતેશભાઇ ગરેજા, હોમગાર્ડ સહિત કામગીરીમાં જોડાયેલ હતા અને શરાબ અંગેની કાર્યવાહી ચંદ્રસિંહ ટી. વસૈયા ચલાવી રહેલ છે.