પત્ની સાથે અવૈધ સંબંધની શંકામાં પાડોશી પર જીવલેણ હુમલો

સુરત : ડિંડોલી વિસ્તારમાં એક યુવકે તેની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધની શંકામાં તેના પાડોશી પર છરી વડે હુમલો કર્યો હતો. ઘાયલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. હુમલો કરનાર નાસી ગયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ડિંડોલી થાણા ફળિયામાં રહેતા વિપુલ રમેશ પટેલ પર તેના પડોશમાં રહેતા રાહુલ પાટિલ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વાયરમેનનું કામ કરતો વિપુલ તે વિસ્તારના લક્ષ્‍મીનારાયણ મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે રાહુલે તેને ઊભો રાખ્યો અને આરોપ લગાવ્યો કે તે તેની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો રાખે છે. વિપુલે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સમજ્યો નહીં. પેલા તેને લાત અને ઘુસા માર્યા અને ત્યારબાદ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેને પેટ, છાતી અને પીઠના ભાગે ગંભીર છરીના ઘા વાગ્યા હતા અને ત્યાંજ નીચે પડી ગયો હતો. આ દરમિયાન રાહુલ ફરાર થઈ ગયો. લોહીલુહાણ હાલતમાં વિપુલને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાથી તેને બીજી હોસ્પિટલમાં રીફર કરાયો હતો. આ બનાવ સંદર્ભે ડિંડોલી પોલીસે રાહુલ પર એફઆઈઆરના આધારે કેસ નોંધ્યો છે.