ગાંધીધામમાં કોઈ તસ્કર રિક્ષા ઉઠાવી નાસી છૂટ્યા


ગાંધીધામ: શહેરના નવી સુંદરપુરીમાં ઘર પાસે પાર્ક કરાયેલી રૂા. 50,000ની મુસાફર રિક્ષાની કોઈ ઇસમે તસ્કરી કરી ભાગી ગયા હતા.’ નવી સુંદરપુરીમાં જલારામ સ્ટોરની સામે રહેતા અને રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રાજેશ ગોવિંદ કુંવરિયાએ આ ઘટના અનુસાર ફરિયાદ દાખલ કરી હતી. આ રિક્ષાચાલકે ગત તા. 24/6ના રાત્રે પોતાના ઘર પાસે વાહન નંબર જીજે- 12-બીયુ-0656 વાળું મૂકી પોતે સૂઈ ગયા હતા. સવારે પોતાને શાકભાજીની ફેરી માટે જવાનું હોવાથી આ ફરિયાદી વહેલા ઊઠી બહાર જોતાં તેમનું વાહન ગુમ થયું હતું. અનેક સ્થળે શોધખોળ કરવા છતાં આ વાહન ક્યાંય ન મળતા રૂા. 50,000ના વાહનની તસ્કરી પોલીસ ચોપડે ચડી હતી.