માંડવીમાં ભાવિ પતિએ ફોન કરવાની ના પાડતા યુવતીએ કર્યો આપઘાત

ભુજ: માંડવીના તબેલા ફળીયામાં રહેતી 18 વર્ષીય યુવતિએ અને તાલુકાના કોડાય ગામે પરિણીતાએ અગમ્ય કારણોસર પંખા પર લટકી આપઘાત કરી લીધો હતો.  બન્ને અપમૃત્યુના બનાવોમાં મૃતકોના પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી.  

કોડાયમાં પરિણીતાએ પંખે લટકી જીવ ગુમાવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર માંડવીના તબેલા ફળિયમાં રહેતી 18 વર્ષીય સોનાબેન દેવાભાઇ પરમારના અમરેલી જિલ્લાના માણશીલ ગામના ગોપાલા લાલાભાઇ વાઘેલા સાથે સગપણ થયા હતા. હતભાગીને ભાવિ પતિએ  ફોન કરવાની ના કહેતા જેનું મનપર લાગી આવતાં સોનાબેને ગુરૂવારે સવારે પોતાના ઘરે લાકડાની આડીમાં દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તો, બીજી બાજુ કોડાય ગામે રહેતી અર્પણાબેન રોહનભાઇ મોતા નામની 31 વર્ષીય પરિણીતાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખા પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. હતભાગીના મોતથી પરિવારજનોમાં શોકનું લાગણી ફેલાઈ હતી. માંડવી પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી પીએસઆઇ ચૌધરીએ હાથ ધરી છે.