મુન્દ્રા અને નખત્રાણામાં જુગાર રમતા 13 ઇસમો પોલીસના સકંજામાં

ભુજ: મુન્દ્રા ખાતે ભૂખીનદી વિસ્તારમાં વાડીમાં તેમજ નખત્રાણા તાલુકાના ગડાપુઠા ગામ પાસે પોલીસે જુગાર પર પાડેલી રેડમાં કુલ 13 ઇસમોને 5,14,900ની રોકડ રકમ તેમજ 25,500નો 6 મોબાઇલ અને 1 લાખ 20 હજારની કિંમતની 4 મોટર સાયકલ સહિત 6,60,500ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. નખત્રાણા પોલીસે તમામ વિરૂધ ફરિયાદનોંધી કાર્યવાહી હાથ ધરી
મુન્દ્રાના ભૂખી નદી વિસ્તારમાં આવેલી ગુલામ આમદ સમેજાની વાડી પર પોલીસે રેડ પાડીને તીનપતીનો જુગાર રમતા વાડી માલિક અબ્દુલ કરીમ ઉર્ફુ ગુલામ આમદ સમેજા, રમેશ પ્રભુરામ રાજગોર, અમલ બીજાઇ મંડલ, શીવુભા રાવુભા સમા, મણશભાઇ જીવણભાઇ ગઢવી, રામજીભાઇ હીરાભાઇ આહિર, અને જખુ સમારા ગઢવી સહિત સાત ઈસમોને 4 લાખ 97 હજારની રોકડ તથા 25,500ની કિંમતના 6 મોબાઇલ અને 1 લાખ 20 હજારની 4 બાઇક સહિત 6,42,500ના મુદમાલ સાથે ઝડપી પાડીને તમામ વિરૂધ મુન્દ્રા પોલીસે ફરિયાદ નોંધી હતી. તો, બીજી તરફ નખત્રાણા તાલુકાના અરસ ગામ જતા કાચા રસ્તા પર ગડાપુઠા ગામ નજીક બાવળની ઝાડીમાં ધાણી પાસાનો જુગાર રમતા પોપટભાઇ ખીમજીભાઇ પટણી, નરેન્દ્રભાઇ વાલજીભાઇ લુહાર, વિલેશભાઇ પ્રેમજીભાઇ ઠકકર, કાનજીભાઇ ગોવાભાઇ પાયણ, અને આચારભાઇ નાનજીભાઇ મારવાડા સહિત પાંચ ખેલીઓને 17,900ની રોકડ રકમ સાથે પકડી લીધા હતા. નખત્રાણા પોલીસે તમામ વિરૂધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.