રતનાલ પાસેના અકસ્માતમાં યુવક ગંભીર

અંજાર:આ અંગે મળતી માહિતી અનુસાર જીજે 12 એવી 5933 નંબરના છોટા હાથીએ અંજાર રતનાલ હાઇવે રોડ પર આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ પાસે એક ડિસ્કવર બાઈક ચાલક યુવાનને હડફેટે લીધો હતો. જેમાં યુવાનને માથામાં અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી યુવાનને 108 મારફતે સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ આ અંગે અંજાર પોલીસ પોલીસ મથકે આ બનાવની જાણ કરી ન હોવાથી વધુ માહિતી  મળી શકી ન હતી.