અમદાવાદમાં સગા પિતાએ જ પોતાના પુત્ર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

અમદાવાદમાં સગા પિતાએ જ પોતાના પુત્ર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું આવ્યું સામે. નારોલ વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં સગા પિતાએ તેના 6 વર્ષના માસુમ સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ મામલે નારોલ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા અને સિલાઈ કરતાં એક પિતાએ તેના 6 વર્ષના બાળકને હવસનો ભોગ બનાવ્યો હતો. આરોપીએ તેની હવસ પુરી કરવા માટે તેના જ છોકરાને ઘરમાં આવેલ બાથરૂમમાં લઇ ગયો અને બાળક સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જો કે પોતાના જ પિતા દ્વારા કરવામાં આવી રહેલ અત્યાચારને લઈને બાળકે બુમાબુમ શરૂ કરી હતી અને બુમાબુમ સાંભળીને તરત તેની માતા બાથરૂમ તરફ પહોંચતા પોતાની આંખ સામે જ પતિને રંગેહાથ ઝડપી લીધો હતો. આ ઘટના થોડા સમય પહેલાંની છે પણ સમાજમાં બદનામી થવાની બીકે પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો ન હતો. પરંતુ આખરે બાળકની માતાએ પતિને સજા આપવાનું મકક્મ કરીને પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. છૂટક કામ કરતાં 37 વર્ષીય શખ્સ  નશાનો બાંધણી છે અને નશાની હાલતમાં જ આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યું હોવાની પોલીસને આશંકા છે. હાલ તો પોલીસે શખ્સને પકડી તેની પુછપરછ શરૂ કરી છે.