વાંકાનેરમાં ગળેફાંસો ખાઇને યુવકે જીવન ટૂંકાવ્યું


મોરબીના વાંકાનેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા યુવાને માનસિક કારણોસર ગળેફાંસો ખાઇ લેતાં તેનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે. બનાવની મળતી વિગતો અનુસાર વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા ભાવેશ ભીમજીભાઇ પરેચા નામના ૩૫ વર્ષના કોળી યુવાને તેના ઘેર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલે લઇ જવાયો હતો હાલમાં વાંકાનેર સીટી પોલીસને જાણ કરાતા સીટી પોલીસ સ્ટેશનના પી.એચ.બેારાણાને તપાસ સોંપવામાં આવી હતી તેમની પાસેથી મળતી વિગતો અનુસાર મૃતક યુવાન ભાવેશ પરેચાને છેલ્લા ચાર-પાંચ વર્ષથી માનસિક બીમારીની દવા ચાલુ હતી અને છૂટક મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો દરમ્યાન માનસિક બીમારીથી કંટાળી જઈને ઘરે ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જેથી તેનુ મોત થયું હતું.