ગાંધીધામમાં 16 વર્ષીય સગીરાનું અપહરણ થયું

ગાંધીધામ:સુંદરપુરી વિસ્તાર પાસેથી 15 વર્ષ 11 માસ ઉંમરની સગીરાનું લલચાવી ફોસલાવી અપહરણ કરાયું હતું.  સગીરાના પિતાએ ફરિયાદ દાખલ કરી છે કે તેની 15 વર્ષ અને 11 માસની સગીર વયની દિકરી તેના દાદા સાથે રહે છે જેનું તા.26/6 ના બપોરે 1:30 થી 2:15 વાગ્યા દરમિયાન લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદ ઇરાદે તેમના વાલીપણામાંથી અપહરણ કરાયું છે. આ અપહરણ રાજકુમાર તીવારી નામના શખ્સે કર્યું હોવાની તેમણે શંકા દર્શાવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.