ભચાઉમાં યુવકને વીજ શોક ભરખી ગયો


ગાંધીધામ:ભચાઉમાં આવેલી જલારામ સોસાયટીના બાપુનગરમાં રહેતા 17 વર્ષીય યુવકને ને વીજ શોક ભરખી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જલારામ સોસાયટી બાપુનગરમાં રહેતા 17 વર્ષીય દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ પિતા ઘરની પાણીની લાઇન માટે વાઇબ્રેટર મશિન લગાવી ખોદી રહ્યા હતા ત્યારે પાસે ઉભા હતા . વાઇબ્રેટર મશિનનો વાયર વચ્ચે પડ્યો હોઇ દિવ્યરાજસિંહ વાયર સાઇડમાં રાખવા ગયા ત્યારે વાયર લીકેજ હોવાને લીધે તેમને વીશ જોક લાગ્યો હતો. તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા પર઼તુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે