કોઠારા ગામે ફરી પોલીસે શંકાસ્પદ ઘઉંની 40 બોરી ઝડપી

ભુજ.અબડાસા તાલુકાના કોઠારા ગામે પોલીસે ફરી શંકાસ્પદ ઘઉની ચાલીશ બારી ઝડપી ઘઉનો જથ્થો ગોડાઉનમાં રાખનારા વ્યક્તિની ધરપકડ કરીને આગળની તપાસ માટે અબડાસા તાલુકા મામલતદારને જાણ કરાવામાં આવી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કોઠારા પોલીસે કોઠારા ગામે બસ સ્ટેશન પર આવેલા તુલસીભાઇ ધારશીભાઇ રૂપારેલના ગોડાનમાં છાપો મારીને શંકાસ્પદ જણાતા ઘઉનો જથ્થો કબજે કર્યો હતો. પ્લાસ્ટીકની 40 બોરી સાથે સાથે તુલસીભાઇની અટકાયત કરીને 41(1) ડી અંગે ફરિયાદ નોંધીને ઘઉનો જથ્થો સરકારી છે કે, અન્ય કોઇને તે અંગે આગળની કાર્યવાહી કરવા માટે અબડાસા તાલુકા મામલતદારને જાણ કરવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે તાજેતરમાં કોઠારા પોલીસે મોટા પ્રમાણમાં ઘઉનો જથ્થો ઝડપી પાડ્યો હતો જો કે, જેતે વખતે અમુક માલ નજીકના ખેડુતોનો હોવાનું બહાર આવ્યુ હતુ તો, હાલ પચકડાયેલા ઘઉના જથ્થા બાબતે વેપારીએ આધારપુરાવા પોલીસ સ્ટેશનમાં રજુ કર્યા હતા. પરંતુ પુર્વઠા વિગાગ દ્વારા તપાસ કરીને ઘઉનો જથ્થો કાયદેસર છે કે ગેરકાયદેસર છે તે તપાસ કર્યા બાદ જ વિગતો બહાર આવશે સુત્રોનું માનીએ તો, અબડાસા તાલુકામાં ઘઉ, ચોખાનો ગેરકાયદે તથા સગ્રહ થતો હોવાની ફરિયાદ ઉઠી રહી છે.