પત્ની અને સાળાએ ચીમકી આપતાં કુનરિયાના યુવકે ડીડીટી પી લીધી


ભુજ: તાલુકાના કુનરિયા ગામના 38 વર્ષની વયના રણછોડ રાણા શેખવાને તેની પત્ની રાણીબેન અને સાળા હરિ કુકા વાણિયાએ ચીમકી આપતાં આ યુવકે ઝેરી ડી.ડી.ટી. પી લીધી હતી.’ ભોગ બનનાર રણછોડને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. તેણે પત્ની અને સાળા સામે એવી ફરિયાદ લખાવી હતી કે પત્ની છેલ્લા 17 વર્ષથી માવિત્રે રહે છે. બીજા લગ્નના બાબતે પત્નીએ પતિ સામે કરેલી અરજી અન્વયેનિવેદન લખાવવા ભુજમાં મહિલા પોલીસ સ્ટેશને આવ્યા બાદ પોલીસ સ્ટેશનની બહાર બન્ને ઇસમે બીજા લગ્ન કરીશ તો મારી નાખવાની ચીમકી આપી હતી. આ પછી રાત્રે ફરી ચીમકી અપાતાં આ યુવક ડી.ડી.ટી. પી ગયો હતો, તેવું ફરિયાદમાં નોંધાવ્યું છે.