જેસરના કાત્રોડી ગામે અજાણ્યા ઇસમોએ ઘાતક હથિયારો વડે આધેડની કરી હત્યા

ભાવનગર: જેસરના કાત્રોડી ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગામમાં રહેતા ભીમાભાઇ ભીખાભાઇ નામના આધેડ પર અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયાર વડે હુમલો કરતા  લોહીલૂહાણ થઇ ગયા હતા. ગંભીર ઇજાને લીધે તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ માટે જેસર હોસ્પિટલ ખસેડ્યો હતો. આધેડની હત્યા કોણે કરી, શા માટે કરી સહિતના બાબતે  પોલીસે કાર્યવાહી  હાથ ધરી છે.