પંચમહાલમાં અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવારનું મોત નીપજયું


ગોધરા, ઘોઘમ્બાના રોડ પાસે અજાણ્યા વાહને બાઈક અડફેટે લીધી હતી જેમાં બાઈક સવારનું ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું.ઘટનામાં બાઈક સવાર તેના નિત્ય કામ અર્થે રસ્તા પર થી જતો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનો તેને અડફેટે લીધો જેમાં બાઈકને ટક્કર મારી વાહન સાથે વાહન ચાલક ફરાર થઈ ગયેલ જોકે આ બનાવ અંગે પોલીસ ને જાણ થતાં રાજગઢ પોલીસ ઘટના સ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી છે.