નાવલીમાં બાઈક પર વિદેશી શરાબની ૭ બોટલો સાથે એક પકડાયો


આણંદ રૂરલ પોલીસે નાવલી ગામના હરીયાવડ તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવીને બાઈક નંબર જીજે-૨૩, બીઆર-૪૯૬૭ ઉપર વિદેશી શરાબની સાત બોટલોની હેરાફેરી કરતા ચાલકને પકડી પાડ્યો હતો. પોલીસે તેનું નામઠામ પુછતાં તે દિપકભાઈ બાબુભાઈ ઠાકોર હોવાનું ખુલવા પામ્યું હતુ.