કાશ્મીરમાં ત્રણ આતંકી ઠાર, મહિનામાં ૩૮ના મોત થયા

શ્રીનગર : લડાઇમાં મારી નાખવામાં આવેલા ત્રણ આતંકવાદીઓની સાથે જ આ વર્ષે સુરક્ષાદળોએ ૧૧૬ આતંકવાદીઓને મારી નાખ્યા છે. જૂન મહિનામાં ફક્ત ૨૯ દિવસમાં ૩૮ આતંકવાદીઓ મારી નાખવામાં આવ્યા છે. સેનાના હાથે મારી નાખવામાં આવેલા આતંકવાદીઓમાં જુદાં જુદાં આતંકવાદી સંગઠનોના ૬ સ્વયંભૂ કમાન્ડર પણ સામેલ છે.
જમ્મૂ- કાશ્મીરના અનંતનાગમાં સેના અને પોલીસ સાથે લડાઇમાં ત્રણ આતંકવાદી મારી નાખવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે લડાઇ અનંતનાગના રૂનીપોરા વિસ્તારમાં થઈ છે. પોલીસ પ્રમાણે અત્યાર સુધી આતંકવાદીઓની ઓળખ થઈ નથી. આજની લડાઇ સાથે આ વર્ષે જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ ૧૧૬ આતંકવાદીઓને મારી નાખ્યા છે. આમાં ૩૮ આતંકવાદીઓ ફક્ત આ મહિને જ મારી નાખવામાં આવ્યા છે.
રિપોર્ટ પ્રમાણએ પોલીસ, સેનાની ૧૯ રાષ્ટ્રીય રાઇફલ્સ અને સીઆરપીએફની જૉઇન્ટ ટીમે રૂનીપોરા વિસ્તારમાં સંયુક્ત ઑપરેશનમાં આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે.જેવું સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઘેરવાનું શરૂ કર્યું, વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી. સેના પોલીસ અને સીઆરપીએફએ આમને જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાએ ઘટનાસ્થળેથી હથિયાર પણ જપ્ત કરી લીધા છે. જપ્ત હથિયારોમાં એક રાઇફલ અને ૨ પિસ્ટલ સામેલ છે. ઘટનાસ્થળે પોલીસ ઑપરેશન ચાલું છે.
પોલીસે આ વિસ્તારો ઘેરી લીધા છે અને ત્યાં શોધ થઈ રહી છે.અધિકારિક સૂત્રો પ્રમાણે આજની લડાઇમાં મારી નાખવામાં આવેલા આતંકવાદીઓ સાથે આ વર્ષે સુરક્ષાદળોએ ૧૧૬ આતંકવાદીઓ મારી નાખ્યા છે. જૂન મહિનામાં ફક્ત ૨૯ દિવસમાં ૩૮ આતંકવાદીઓ મારી નાખવામાં આવ્યા છે. સેનાના હાછે મારી નાખવામાં આવેલા આતંકવાદીઓમાં જુદાં જુદાં આતંકવાદી સંગઠનોના ૬ સ્વયંભૂ કમાન્ડર પણ સામેલ છે. આ વર્ષે આતંકવાદી સંગઠન હિઝ્‌બુલ મુઝાહિદીનને ત્યારે મોટો ઝાટકો લાગ્યો જ્યારે આતંકવાદીઓ સાથે લડાઇમાં રિયાઝ નાયકૂ પણ મારી નાખવામાં આવ્યા છે.