બીલપાડની મહિલાની લાશ ખેતરમાંથી મળતાં ચકચાર


આંકલાવ તાલુકાના બીલપાડ નારપુરા માર્ગ પર આવેલી તલાવડી પાસે રહેતી અને મજૂરીકામ કરતી ૪૩ વર્ષીય મહિલાની કોઈ અજાણ્યા શખ્સએ તેણીની જ સાડીથી ગળાના ભાગે ગંાઠો મારીને ટૂંપો દઈને હત્યા કરીને લાશને ખેતરના શેઢા ઉપર ફેંકી દેતાં ચકચાર મચી છે. આ અંગે હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.