દેશમાં કોરોના મહામારીનો આંક 5.61 લાખને પાર, મહારાષ્ટ્ર, તામિલનાડુમાં જ નવા 9 હજારથી વધુ કેસ આવ્યા સામે

દેશમાં કોરોના સંક્રમણનો આંક 5.61 લાખને પાર થયો છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2.16 લાખને પાર થયો છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 3.29 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં 16790 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. દેશમાં કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી. દેશમાં સૌથી વધુ સંક્રમણ મહારાષ્ટ્રમાં થયું છે. મહારાષ્ટ્રમાં કોરોના મહામારીનો આંક 1 લાખ 70 હજાર પહોંચવા આવ્યું છે. મહારાષ્ટ્રમાં આજે વધુ 5257 નવા પોઝીટીવ કેસ આવતા કુલ આંક 1.70 લાખ થયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 7610 લોકોના મોત થયા છે. તામિલનાડુમાં સૌથી વધુ 4 હજાર નવા પોઝીટીવ કેસ આવ્યા તામિલનાડુમાં આજે સૌથી વધુ કોરોના સંક્રમણનો નવો રેકોર્ડ બન્યો છે. તામિલનાડુમાં પણ કોરોના મહામારીનો આંક 4 હજાર જેટલો આવ્યો છે. તામિલનાડુમાં આજે 3949 જેટલા નવા પોઝીટીવ આવ્યા છે. જ્યારે 62 લોકોના મોત થયા છે. તામિલનાડુમાં 2212 લોકો સાજા થતાં તેમને રજા આપી છે. તામિલનાડુમાં ચેન્નઈમાં સૌથી વધુ સંક્રમણ થયું છે. ચેન્નઈમાં આજે વધુ નવા 2207 પોઝીટીવ આવતાં કુલ સંક્રમણનો આંક 55969 જેટલા લોકો પોઝીટીવ આવ્યા છે. ચેન્નઈમાં 21685 કેસ એક્ટીવ છે. જ્યારે તામિલનાડુમાં 37334 કેસ એક્ટિવ છે. તામિલનાડુમાં આજે વધુ 62 લોકોના મોત થતાં કુલ મોતની સંખ્યા 1141 થઈ છે.
દિલ્હીમાં કોરોના સંક્રમણનો આંક 83 હજારને પાર થયો છે. દિલ્હીમાં હજુ સુધી નવી અપડેટ નથી છતાં દિલ્હીમાં 27847 કેસ એક્ટિવ છે. ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંક 32 હજારને પાર

ગુજરાતમાં કોરોનાના સંક્રમણનો વધારો થવા સામે ડિસ્ચાર્જ સંખ્યા ઘટવાને લીધે રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 7 હજાર નજીક પહોંચી ગયો છે. રાજ્યમાં એક સમયે ડિસ્ચાર્જ આંક 4600 નજીક પહોંચી ગયા પછી સતત નવા કેસો વધતાં આજે એક્ટિવ કેસની સંખ્યા 7 હજાર નજીક પહોંચી છે. રાજ્યમાં કોરોના મહામારીનો અત્યાર સુધીનો સૌથી હાઈરેકોર્ડ બન્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી નવા કેસ છેલ્લા 3 દિવસમાં દરરોજ નવા રેકોર્ડ બનાવે છે. આજે પણ સૌથી વધુ 626 નવા પોઝીટીવ સાથે રાજ્યમાં કુલ સંક્રમણનો આંક 32 હજારને પાર થયો છે. રાજ્યમાં છેલ્લા 18 દિવસમાં જ નવા 10 હજાર કેસ નોંધાયા છે. એ પણ હકિકત છે. રાજ્યમાં છેલ્લા 20 દિવસથી કોરોના સંક્રમણનો આંક 500થી વધુ આવતો હતો. જ્યારે છેલ્લા 3 દિવસમાં કોરોના સંક્રમણનો આંક 600થી વધુ આવી રહ્યો છે.