માંડવી-અબડાસા-લખપત પંથકમાં ઝાપટા પડ્યા

ભુજ : દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલા સાઈકલોનિક સર્ક્યુલેશનની અસર તળે આગામી પાંંચેક દિવસ સુધી કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે ગઈકાલ સવારથી જ જિલ્લા ભરમાં વધેલા ઉકળાટ બાદ બપોર સુધી રાપર, ભચાઉ, ભુજમાં હળવા ઝાપટા વરસ્યા હતા. બપોર બાદ માંડવી, અબડાસા અને નખત્રાણા પંથકમાં હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બંદરીય માંડવી શહેરમાં ગઈકાલ સવારથી ઉકળાટમાં વધારો થયા બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. માંડવી શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં પણ ઝાપટા વરસ્યા હતા. માંડવીમાં અડધા ઈંચ જેટલું પાણી વરસતા માર્ગો પરથી પાણી વહી નિકળ્યા હતા. અબડાસાના નલિયામાં પણ ભારે ઉકળાટ બાદ અડધા ઈંચ જેટલી મેઘમહેર વરસી હતી. નલિયા, ગરડા વિસ્તારના ગામોમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વાયોર, ઉકીર, ફુલાય, નાની- મોટી ચરોપડી, અકરી સહિતના વિસ્તારોમાં સારી એવી મેઘ મહેર થઈ હતી. જ્યારે નખત્રાણામાં ગાજ્યા મેહ વરસ્યા ન હતા. પરંતુ નખત્રાણાના મથલ ડેમ વિસ્તાર, મોટી વિરાણી, મથલ, ઉગેડી, દેશલપર (ગુંતલી), મોરાય, ટોડીયા સહિતના પંથકમાં ઝાપટા વરસ્યા હતા. લખપત તાલુકાના ગુનાઉ ગામે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વીજળી ત્રાટકતા મસ્જિદને પણ નુકસાન પહોંચ્યું હતું.
7 મે એ નેવેલી પાવર પ્લાન્ટરમાં બૉયલર બ્લાસ્ટ થયુ હતુ. ઘટના 84 મીટર ઊંચાઈવાળા બૉયલરમાં થયુ હતુ. તે સમયે કર્મચારી અને ટેકનિશિયન 32 મીટર પર હાજર હતા. બ્લાસ્ટ બાદ સીઆઈએસએફની ફાયર વિંગે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેમાં 5 લોકોના મોત થઈ ગયા હતા.
આ ઘટના બાદ કંપનીએ કહ્યુ હતુ કે એનએલસીએ કેસની તપાસ માટે 6 સભ્ય સમિતિની રચના કરી છે. જેની અધ્યક્ષતા જનરલ મેનેજર કરશે. કમિટી સમગ્ર ઘટનાની તપાસ સાથે જ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલા ઉઠાવશે. મે ની ઘટનાના એક મહિના બાદ ફરી બોયલર બ્લાસ્ટ થયુ છે.