સામખિયાળી-રાધનપુર હાઈવે પરથી બે ઇસમો વિદેશી શરાબ સાથે પોલીસના સકંજામાં

ભચાઉ : તાલુકાના સામખિયાળી – રાધનપુર હાઈવે પરથી લાકડિયા પોલીસે ભારતીય બનાવટના વિદેશી શરાબ સાથે ર ઈસમોને ઝડપી પાડ્યા હતા. લાકડિયા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે કલ્પેશ સવજીભાઈ કોલી (ઉ.વ. ર૩) (રહે લાકડિયા) તેમજ પરષોત્તમ મણિલાલ કોલી (રહે નદી કાંઠે, લાકડિયા) વાળાની ધરપકડ કરી હતી. આરોપીઓના કબજામાંથી વિદેશી દારૂના ૧૩ ટીન કિ.રૂા. તેમજ રૂા. ર૦ હજારની બાઈક અને ૧૦ હજારના બે મોબાઈલ મળીને પોલીસે રૂા. ૩૧,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવને પગલે હેડ કોન્સ્ટેબલ સમીતભાઈ ડાભીએ આગળની તપાસ હાથ ધરી છે.