કન્ટેનરમાંથી 70 હજારના ધાણાની 35 બોરીની તસ્કરી થઈ
ગાંધીધામ:ઉંઝાથી મુન્દ્રા ધાણાની બોરીઓ ભરીને જઇ રહેલા કન્ટેનર ટ્રેઇલરનું કન્ટેનર તોડી રાધનપુરથી આદિપુર વચ્ચે રૂ.70,000 ની કિંમતના ધાણાની 35 બોરીઓ તસ્કરી થઇ હોવાની ફરિયાદ આદિપુર પોલીસ સ્ટેશને દાખલ કરાઇ છે. કિડાણા લક્ષનગર4 માં રહેતા અને ત્રિશુલ ટ્રાન્સપોર્ટમાં છેલ્લા ચાર વર્ષથી કન્ટેનર ટ્રેઇલરના ચાલક નરપતસિંહ જયેન્દ્રસિંહ રાણા ઉંઝાની પી.સી.કન્નન કંપનીમાંથી પોતાના કન્ટેનર ટ્રેઇલરમાં 9,140 કિલો ખાવાના ધાણાની બોરીઓ લોડ કરી મુન્દ્રા પોર્ટ તરફ જવા રવાના થયા હતા અને રાત્રે સાડા દશ વાગ્યાના અરસામાં રાધનપુર પાસે આવેલી રામદેવ હોટલમાં ગાડી જમવા માટે ઉભી રાખી હતી અને ત્યારબાદ વજન કરાવી ત્યાં જ સૂઇ ગયો હતો સવારે સાડાચાર વાગ્યાના અરસામાં કન્ટેનર શીલ ચેક કરી વારાહી થઇ આડેસર, સામખિયાળી, ભચાઉ થઇ ગળપાદર રસ્તે આદિપુરના જનતા પેટ્રોલપમ્પ સામે પહોંચી ટાયર ચેક કરતા સમયે કન્ટેનરનું શીલ તૂટેલું જોવા મળતાં સુપરવાઇઝર પ્રતાપભાઇ આહિરને જાણ કરી કન્ટેનરમાં તપાસ કરતાં તેમાંથી રૂ.70,000 ની કિંમતની ધાણા ભરેલી 35 બોરી તસ્કરી આદિપુર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાઇ