લોકલ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય દ્વારા બાઈક ચોર ગેંગ ને રૂ.૧,૬૦,૦૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી
અમદવાદ જીલ્લામાં ટુ વ્હીલર ચોરી કરતી કોઇ એક ગેંગ સક્રિય થતાં જિલ્લા પોલીસ વડા શ્રી આર.વી. અસારી સાહેબ શ્રી, એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી ડી. એન. પટેલ સાહેબ શ્રી ના ખાસ સૂચના કરેલ તેના ભાગરૂપે પો. ઇન્સ શ્રી એલ.સી.બી. નાઓએ પો.સ.ઈ શ્રી કે. કે. જાડેજા સાહેબ, પો.સ.ઈ. શ્રી બી.એચ. ઝાલા સાહેબ, અને એલ.સી.બી. ની અલગ અલગ ટીમો બનાવી ગેંગ ઝબ્બે કરવા બાતમીદારો સક્રિય કરેલા હતા. તેના ફળ સ્વરૂપે પો.કો. શક્તિસિંહ વનાર સાહેબ ને ચોક્ક્સ બાતમી મળતાં તેઓ એલ.સી.બી.પો. ઇન્સ. શ્રી ડી. એન. પટેલ સાહેબ, પો.સ.ઈ. શ્રી. કે.કે.જાડેજા સાહેબ પો.કો.શક્તિસિંહ વનાર, કરણસિંહ નકુમ, અજીતસિંહ પઢેરિયા, પ્રદ્યુમનસિંહ પરમાર, સહદેવસિંહ પઢેરીયા અને કુલદીપ સિંહ ચૌહાણ ઘુમાં બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી ચોરી ના બાઈક સાથે ચોરો ને પણ પકડી પાડયા. મોટરસાયકલ ના સ્ટેરીંગ લોક ને તોડી,ઈલેક્ટ્રીક સોકેટ માં ચેડા કરી મોટરસાયકલ ચાલુ કરી ચોરી કરતા હતા.
૧) મોટરસાયકલ નંગ ૩ કિં.રૂ.૧,૩૫,૦૦૦/-
૨) મોબાઇલ ફોન નંગ ૫ કિં.રૂ. ૨૫,૦૦૦/-
કુલ રકમ રૂપિયા ૧,૬૦,૦૦૦/- ના મુદ્દા માલ સાથે પાંચ ચોરો ને જડપી પડેલ છે.
પકડાયેલ ચોરો ના નામ:
૧) રાહુલ મનુભાઈ માણેકલાલ ચુનારા ઉ.વ.19 રહે. ઇસ્કોન ફ્લાવર પાસે, છાપરામાં ઘૂમા
૨) જસવંતભાઈ જૂહાજી ઠાકોર ઉ.વ. 20 રહે. નાનો ઠાકોરવાસ, મણીપુર
૩) મિત હિમ્મતજી ઠાકોર ઉં. વ.20 રહે.નાનો ઠાકોરવાસ, મણીપુર
૪) અમિત ચમનલાલ ઠાકોર ઉં. વ. 21 રહે. માઢવાળો વાસ, ઘુમા
૫) જસવંતભાઈ રમેશભાઈ વાઘેલા ઉ. વ. 20 રહે. શકિતનગર, ચેથરિયા પરા, પ્લેઝર ક્લબ સામે, ઘુમા
(રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર )