જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલ પુત્રીનો સાસરીયાઓના ત્રાસથી કંટાળીને કરી આત્મહત્યા

જૂનાગઢ પીટીસી ક્વાર્ટસમાં પિતાને ત્યાં રિસામણે આવેલી પરિણીતાએ ગઇકાલે ગળેફાંસો ખાઈ લેતાં પિતાએ તેના જમાઈ સાસરિયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. પીટીસી કોલેજ ક્વાર્ટસમાં રહેતા કોન્સ્ટેબલ દેવાભઆઈ શકરાભાઈ માવદીયાની પુત્રી સપનાબેનના લગ્ન એક વર્ષ પહેલા પોરબંદરના સીંગરીયા ગામે રહેતા અને કચ્છના ખાવડા ગામે શિક્ષક તરીકે નોકરી કરતાં વિપુલભાઈ ચનાભાઈ સોલંકી સાથે થયા હતાં. પરંતુ વિપુલને બીજે પ્રેમલગ્ન કરવાહોય જે બાબતે સપનાબેન સાથે ઝગડો કરતો હોય અને સપનાબેનને અવારનવાર મરી જવાની ધમકી આપતો હોય તેના સાસુ સસરા સપનાબેનને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી નોકરી મેળવવા દબાણ કરતાં હતા જેથી સપના પિતાના ઘરે જૂનાગઢ આવેલ જૂનાગઢ રહેતી સપનાબેનની નણંદ શાન્તીબેન શૈલેષભાઈ ચાવડા પણ સારવાર તેની પાસે આવી સાસરે પાછા જતા રહેવાની ધમકી આપતી તી. જેનાથી કંટાળી અંતે સપનાબેને ગળેફાંસો ખાઈ લેતાં સપનાબેનનાં પિતાએ પતિ વિપુલ, સસરા ચનાભાઈ, સાસુ વીરુબેન, નણંદ શાન્તીબેન સામે એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે.