લીલીયાના સલડીમાં સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્યથી કંટાળી 12 વર્ષના તરુણનો આપઘાત

લીલીયા તાલુકાનાં સલડી ગામે રહેતાં એક ખેડૂત પોતાના પત્નિ, પુત્રી સાથે ગત તા. 28/6નાં રોજ ખરીદી કરવા માટે અમરેલી ગયા હતા અને પાછળથી પોતાનો 12 વર્ષીય પુત્ર એકલો ઘરે હતો અને ખેડૂત પરિવાર અમરેલીથી ખરીદી કરી પરત આવ્યા બાદ પોતાના એકના એક પુત્રનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યા બાદ તેમને અમરેલી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયેલ હોય. આ પોસ્ટમોર્ટમ રીપોર્ટ તથા પોલીસ તપાસનાં અંતે આ 12 વર્ષીય કિશોર ઉપર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અલગ-અલગ સમયે અને વારંવાર થતું હોવાનું જણાય આવતા આ સૃષ્ટિ વિરૂદ્ધનાં કૃત્યથી કંટાળી જઈ આ 12 વર્ષીય કિશોરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું જાહેર થવા પામેલ છે. આ બનાવમાં ભોગ બનનાર કિશોરનાં પિતાએ પોતાના પુત્ર ઉપર અત્યાચાર કરી અને મરી જવા મજબુર કરવા અંગે સલડી ગામે રહેતા ધવલ ડેર, મૌલીક બંધીયા અને કરન ડેર સામે લીલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ ત્રણેય આરોપી સામે 377, 306, 120બી, 34, 114 મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખોબા જેવડા ગામમાં આ બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે.