અપહરણના ગુન્હામાં ચાર માસથી નાસતો-ફરતો શખ્સ પકડાયો

અપહરણનાં ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતો-ફરતો મોરબી રોડ વેલનાથપરામાં રહેતો વિશાલ ઉર્ફ ભુરાભાઇ ભગવાનજી ઉર્ફ રણેરા (કોળી)ની મોબાઇલ લોકેશન દ્રારા બોટાદ જીલ્લાના રાણપૂર તાલુકાની સીમ વિસ્તારમાં સગીરા સાથે રહેતો હોવાનું માલુમ પડતાં પુત્રી સગીરા અને વિશાલનો કોવીડ ટેસ્ટ કરાયા બાદ ધરપકડ કરાઇ હતી. જયારે સગીરાને તેના પરિવારને સોંપી હતી.