ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ  જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે ઘોઘારોડ પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ.ર.ન. ૩૯૦/૨૦૨૦ પ્રોહી. કલમ ૬૫(ઇ), ૧૧૬(બી) વિગેરે મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી શક્તિસિંહ રણજીતસિંહ ગોહિલ ઉ.વ.૨૭ રહેવાસી ચાંમુડા સોસાયટી પ્રેસ કવાટર્સ પાસે ભાવનગરવાળાને ઘોઘા સર્કલ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ, પ્રદિપસિંહ ગોહિલ, યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

(રિપોર્ટર એઝાજ શેખ)