ભુજ : માતૃછાયા બ્લુ વ્હેલ ના કેસની ઝડસુધી પહોચવા શિક્ષણ તંત્ર દ્વારા તપાસ હાથધરી

ભુજ : આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ ઉપર સોશ્યલ મીડિયાનો આકર્ષણ ખૂબજ વધી જવાથી જેના કારણે સોશ્યલ મીડિયાના આકર્ષણે ફસાઈ ઘણી વખતે વિદ્યાર્થીઓ પોતાના જીવને પણ જોખમમાં નાખી દેતા હોય છે ત્યારે બ્લુ વ્હેલ ગેમની પણ વર્તમાને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે તે દરમ્યાન ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની ૧૦ જેટલી વિદ્યાર્થીનીઓએ પોતાના શરીર ઉપર બ્લેડથી કાપા મારતા ભારે હડકંપ મચી ગયો હતો ત્યારે આ અત્યંત ગંભીર પ્રકરણમાં પ્રાથમિક તપાસમાં શિક્ષણ વિભાગને કાંઇ જાણવા મળ્યું નથી. જો કે,બનાવની ગંભીરતાઓને ધ્યાનમાં લઈ સમગ્ર પ્રકરણની ઝડસુધી પોહોંચવા શિક્ષણ તંત્ર સજાગ બન્યું છે. આ અંગેની વિગતો અનુસાર ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધો.૧૦ ની દસ જેટલી વિદ્યાર્થીઓએ પેન્સિલની અણી કાઢવાના શાર્પનરની બ્લેડ વડે કાપા મારતા હડકંપ મચી ગયો હતો, તો એક સાથે આટલી બધી વિદ્યાર્થીનીઓએ આવું કૃત્ય કરતાં તેમના વાલીઓ પણ ચિંતાના વાદળા છવાયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા પણ કાર્યવાહીના આદેશો અપાયા હતા. આ બાબતે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણઅધિકારી શ્રી વાઘેલાનો સંપર્ક સાધતા તેમણે જ્ણાવ્યું કે, માતૃછાયા કેસની પ્રાથમિક તપાસમાં કાંઇ ખાસ જાણવા મળ્યું નથી. જો કે,ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ઉપર સોશ્યલ મીડિયાનો આકર્ષણ ખૂબજ વધુ હોય આ વિષયને હળવાશથી  લેવાય તેમ નથી. વિદ્યાર્થીનીઓએ પોતાના શરીર ઉપર કાપા કયા કારણો શર માર્યા તેનું સત્ય જાણવા માટે તપાસ કરવામાં આવશે .

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧: ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *