ગાંધીધામના તાલુકા.પંચાયતના સભ્યના પતિ ભારતીય બનાવટની દારૂ સાથે ઝડપાયા
ગાંધીધામ, તા.૧૫ : શહેરના ગળપાધર ત્રણ રસ્તા ઓવરબ્રિજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ની પાસે કચ્છ આર્કેડ પાસેથી પોલીસે તાલુકા પંચાયત સભ્યના પતિ સહિત બે શખ્સોની ૨૫૫૦ના દારૂ સાથે ઝડપ કરી હતી . તેમજ સોનલનગર ઝુંપડા વિસ્તારમાં રૂ|. ૨૭૦૦ ના દારૂ સાથે એકની ઝડપ કરવામાં આવી. શહેરની કચ્છ આર્કેડ બીલ્ડિંગ પાસેથી પસાર થતી મારુતિ સિયાઝ કાર નં. જી.જે.૧૨ સી.પી. ૧૦૮૨ ને પોલીસે તેની અટક કરી તપાસ દરમ્યાન તેમાથી ભારતીય બનાવટની ૧૦૦ પાઇપર્સ ડિલક્સ સ્કોચની બે બોટલ મળતા ગળપાધરના નરેન્દ્રગર પ્રેમગર ગોસ્વામી અને પપ્પુગિરિ શંભુગિરિ ગોસ્વામીની ધરપકડ કરાઇ . આ શખ્સો પાસેથી દારૂ , કાર ,મોબાઈલ , એમ કુલ્લ રૂ|. ૭.૧૭.૫૫૦ /- નો મુદ્દામાલ હસ્ત કરાયો. તાલુકા પંચાયતના સભ્યના પતિ દારૂ સાથે ઝડપાતા ભારે ચકચાર મચી ઉઠયો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦: ૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.