બોટાદ જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા દ્વારા બોટાદ જિલ્લા ન્યાયાલય ખાતે મેડિકલ ચકાસણી કેમ્પનું આયોજન કરાયું

હાલમા ભારત દેશ તથા સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે  આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, બોટાદના સહકારથી તા.02.07.2020ના રોજ બોટાદ જિલ્લા ન્યાયાલય ખાતે ફરજ બજાવતા તમામ ન્યાયિક અધિકારીઓ, ન્યાયિક કર્મચારીઓ, આઉટસોર્સ સફાઈ કર્મચારીઓ, આઉટસોર્સ વર્ગ -4 ના કર્મચારીઓ, કોર્ટ બિલ્ડીંગના સુરક્ષા કર્મચારીઓ, સરકારી વકીલશ્રીઓ તથા હાજર વકીલ મિત્રો માટે મેડિકલ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.        

આ મેડિકલ કેમ્પમાં જિલ્લા ન્યાયાલયના તમામ ન્યાયિક અધિકારીઓ, ન્યાયિક કર્મચારીઓ, આઉટસોર્સ સફાઈ કર્મચારીઓ, આઉટસોર્સ વર્ગ -4 ના કર્મચારીઓ, કોર્ટ બિલ્ડીંગ ના સુરક્ષા કર્મચારીઓ, સરકારી વકીલશ્રીઓ તથા હાજર વકીલ મિત્રોની આરોગ્ય તપાસણી જિલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખાના તબીબી અધિકારીઓ દ્વારા કરવામા આવી હતી. આ કેમ્પમાં તમામ લાભાર્થીઓને રોગપ્રતિકારક શક્તિ વર્ધક વિટામિનની ગોળીઓ તથા આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં  જિલ્લા ન્યાયાલયના ન્યાયિક અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત કુલ 164 લોકોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

(રિપોર્ટ. ઉમેશ ગોરાહવા બોટાદ)