વડોદરા પોલીસ તાલીમ શાળાના વધુ 21 કેડેટ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા

વડોદરા: લાલબાગ ખાતેની પોલીસ ટ્રેનીંગ સ્કુલ (પીટીએસ)માં વધુ 21 કેડેટનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતાં કેમ્પસમાં ચેપ લાગેલા કેડેટની સંખ્યા 40 થઈ છે. ગત સપ્તાહે 19નો રીપોર્ટ પોઝીટીવ આવતાં 470ને કવોરન્ટાઈન કરવામાં આવ્યો હતો. ચેપ લાગ્યો હોઈ તેવા સંદીગ્ધ 25 કેડેટને એસએસજી હોસ્પીટલ ખાતે કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમણે તેમના સ્લેબ સેમ્પલ આવ્યા હતા. આ 25માંથી 21નો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. સ્કુલે એક સપ્તાહ સુધી ટ્રેનીંગ મોકુફ રાખી છે. દરમ્યાન, વડોદરામાં રવિવારે સવારે પુરા થતાં 24 કલાકમાં વધુ 64 કેસ સામે આવ્યા છે.