ગ્રામીણ ગુજરાતમાં 1 વર્ષથી નાના બાળકોના મોત વૃધ્ધો કરતાં વધુ થઈ રહ્યા છે

નવી દિલ્હી: એક વર્ષથી નાની વયનું કે આયુષ્યનાં 70 વર્ષ પૂરી કરી રહેલી વ્યક્તિઓમાંથી વહેલું મૃત્યુ પામવાની શક્યતા કોની ? આનો ઉત્તર સહેલો નથી, પણ ઉત્તર પ્રદેશ અને ગ્રામીણ ગુજરાતમાં 75-79 વર્ષની વ્યક્તિ કરતાં શિશુનાં મૃત્યુની શક્યતા વધુ છે. એસઆરએસ 2018નાં રિપોર્ટનાં ડેટામાં આ આઘાતજનક વાત બહાર આવી છે. રિપોર્ટ મુજબ મોટાભાગનાં મોટા રાજ્યમાં એક વર્ષથી નાની વયનાં બાળકોનાં મૃત્યુદર 65-69 વયના લોકો કરતાં વધુ હતો. આ હકીકત હાઈ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ (આઈએનઆર) સાથે જોડાયેલી છે. કેન્દ્ર અને અન્ય નવા રાજ્યોમાં શિશુ મૃત્યુદર 69 વર્ષથી વધુ વયના લોકો કરતાં ઓછો હતો. ઉતરપ્રદેશમાં 1 વર્ષથી નાના બાળકોમાં મૃત્યુ દર 68.3 હતો, જે 75 થી 79 વય જૂથના 64.2 દર કરતાં વધુ હતો. ગ્રામીણ ગુજરાતમાં શિશુઓનો મૃત્યુ દર બાવન હતો,જે 75-79 વય જૂથના 45.9 કરતાં ઘણો વધુ છે.કેરળ, દિલ્હી, તામીલનાડુ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને પશ્ર્ચિમ બંગાળમાં ઓટો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ (આઈએમઆર) હતો. ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક હેલ્થના પૂર્વ ડિરેક્ટર ડો. એન. દેવદાસએ જણાવ્યું હતું કે તબીબી અને સામાજિક-ધાર્મિક કારણોસર આઈએમઆર ઉંચો છે. ઘણાં રાજ્યોમાં આરોગ્ય સેવા સુધરી હોવા છતાં સામાજિક આર્થિક કારણોએ શિશુના મોત પાછળ જવાબદાર હોય છે.