મીઠીરોહર નજીકથી 15 થી 16 વર્ષના તરુણનો મૃતદેહ મળી આવ્યો

ભુજ:પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં જુદા-જુદા અપમૃત્યુંના ત્રણ બનાવમાં ભુજ બીએસએફના કર્મચારીનું બીમારીથી તો, ગાંધીધામમાં કિશોર અને અંજારમાં વુધ્ધનું બેભાન અવસ્થમાં મૃતદેહ મળી આવ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના કોડકી રોડ પર આવેલા બીએસએફના કેમ્પમાં સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય લાલમા મછવાના થનલાયા નામના વ્યક્તિ બિમાર હોઇ તને અચાનક વોમીટ થતાં તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કરતાં એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે ગાંધીધામ નજીક મીઠીરોહર સીમમાં એ.વી.જોષી કંપની પાસેના રેલ્વે પાટા પાસેથી શનિવારના રાત્રીના 9થી 10 વચ્ચેના સમયગાળામાં અજાણ્યા 15થી 16 વર્ષના લાગતા કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોલીસ કોન્સ્ટેબલ ઇશ્વર સોલંકી દ્વારા રામબાગ હોસ્પિટલ લઇ જવાયો હતો. આ મૃતક કિશોરનું કઇ રીતે મોત નિપજ્યું છે એ કોણ છે એ બાબતે પીએસઆઇ પી.કે.ગઢવીએ વધુ તપાસ આદરી છે. તો બીજી તરફ અંજાર નગરપાલિકા બેભાન અવસ્થામાં અંદાજીત 65 વર્ષીય અજાણ્યા વૃદ્ધ મળી આવ્યા હતા. જેમને 108ની મદદથી અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ વૃદ્ધને શ્વાસની તકલીફ હોવાના કારણે તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડતાં આ બાબતે અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી છે.