ગજોડ પાસે આંકડાનો જુગાર રમાડતા 2 ઈસમ ઝડપાયા

ભુજ:ભુજ તાલુકાના કેરા ગામથી ગજોડ રોડ પર માનકુવા પોલીસે બાતમીના આધારે બે શખ્સોને મોબાઇલ એપ પર આંકડાનો જુગાર રમાડતા બે શખ્સને 10 હજારનો મોબાઇલ તેમજ 750ની રોકડ સાથે  દબોચી લીધા હતા.બાતમીના આધારે કેરા ગામના ગજોડ રોડ પર  સોમવારે  સવારે  સાડા  બાર વાગ્યાના અરસામાં દરોડો પાડીને સટ્ટા મટકા ડોટ કોમ નામની મોબાઇલ એપ પર લોકો પાસેથી નાણા મેળવીને આંકડાનો જુગાર રમાડતા નવીન નારાણ મહેશ્વરી, દેવજી ખમુ ફફલને ઝડપી લીધા હતા.તેમના કબજામાંથી દસ હજારનો મોબાઇલ અને 750  રૂપિયાની રોકડ કબજે કરી માનકુવા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.