કરજણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ 99 લાખના વિદેશી શરાબનો નાશ કરાયો

કરજણ:પોલીસ સ્ટેશનમાં છેલ્લા 6 મહીંનાથી કરજણ પોલીસ અને જિલ્લા એલસીબી પોલીસે દ્વારા કરજણ તાલુકામાંથી તેમજ નેશનલ હાઈવે પરથી પકડાયેલ 99 લાખ રૂપીયાનો વિદેશી શરાબનો જથ્થો ટ્રકોમાં ભરીને બામણગામ પાસે નેશનલ હાઈવે 48 પર આવેલી બંધ પડેલી કંપનીમાં વિદેશી શરાબની બોટલો અને બીયરની બોટલો પર જેસીબી મશીન ફેરવીને વિદેશી શરાબનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં કરજણ પોલીસ, કરજણ નાયબ કલેકટર, ડીવાયએસપી તેમજ નશાબંધી ખાતાના અધીકારીઓની હાજરીમાં વિદેશી શરાબનો નાશ કરવામાં આવેલ છે.