ચોરીના 8 મોબાઈલ સાથે રિક્ષાવાળો ઝડપાયો

વડોદરા:શહેરના આજવા રોડ પરથી બાપોદ  પોલીસે એક શંકાસ્પદ રિક્ષાચાલક મોહમ્મદ નૌશાડવઈલ્યાસ પઠાણ (રહે તાંદલજા )ની ધરપકડ કરી કાર્યવાહી કરતા તેની પાસેથી ચોરીના 8 મોબાઇલ મળ્યા હતા તેની પાસે મોબાઈલનું બિલ સહિતના કોઇ પુરાવો ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરી હતી અને તેમાં આઠ પૈકી 3 મોબાઈલ ફોન આજવા રોડ ના નવા બંધાતા મકાનમાં રહેતા મજુરોના હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી પોલીસે મોહમ્મદ નૌશાદ ની વધુ પુછપરછ શરૂ કરી છે અને તેણે કયા વિસ્તારમાંથી કેટલાં મોબાઇલ ફોન ની ચોરી કરી હતી અથવા  આ ફોન કોની પાસેથી મેળવ્યા  હતા તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરાઇ છે. તેની સાથે અન્ય કોઈ સાગરીત છે કે કેમ તેની પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે