ભુજની ગાયત્રી સોસાયટીમાંથી 6.30 લાખની થઈ તસ્કરી

ભુજ : શહેરના ગૌરવપથ ગાયત્રી મંદિર સમીપે આવેલી ગાયત્રી સોસાયટીમાંથી લાખોની તસ્કરીની ઘટના સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. તસ્કરોએ રોકડ રકમ 3 લાખ અને 3.30 લાખની રોકડ રકમ મળીને 6.30 લાખની તસ્કરી કરવામાં આવી હતી. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ મિતેષ બારોટે આપેલી વિગતો મુજબ ભુજની ગાયત્રી સોસાયટીમાં રહેતા રાજેશભાઈ રાજગોરના મકાનામાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમા અજાણ્યા તસ્કરોએ માકનમાંથી રોકડા રૂપિયા 3 લાખ અને 3 લાક 30 હજારના દાગીના મળીને કુલ 6.30 લાખની તસ્કરી કરી હતી. બનવને પગલે ભુજ એ ડિવિઝન પી.આઈ શ્રીબારોટ સહિતના અધિકારી કર્મચારીઓ દોડી ગયા હતા. બનાવ સ્થળે પોલીસે પંચનામુ કરવા ઉપરાંત વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.