ભુજ તાલુકાનાં માધાપરના કલીનર સાથે ઝઘડા દરમ્યાન ચાલકે કરી કલીનરની હત્યા.

 

તા.૧૬ : કચ્છથી ટ્રકમાં લિગ્નાઈટ ભરીને તેને અમદાવાદ પોંહચાડવા માટે નીકળેલા ચાલક અને કલીનર વચ્ચે ટ્રકનું ટાયર બદલાવવા માટે થયેલ વાતવાતી દરમ્યાન ૪૯ વર્ષના કલીનર ભુજ તાલુકાનાં માધાપર ગામના લાલજીભાઇ લાઘાભાઈ નોરિયાના માથામાં પેહલા ટિફિન અને પછી ટામી દ્વારા ચાલક ભુજ તાલુકાનાં લોરિયા ગામના નામોરી – ઉર્ફે હીરાભાઈ મીઠુભાઈ મહેશ્વરીએ તેની હત્યા કરી નાખી હોવાનો આ કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો છે. પોલીસે તાબડતોબ કાર્યવાહી હાથ લઈને ચાલકને ઝડપી પાડ્યો. પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ, કચ્છના ભુજ તાલુકાનાં આ ટ્રકના ચાલક અને કલીનર જી.જે.૧૨ એ.ડબલ્યુ. ૪૯૪૭ નંબરના ટ્રકમાં લિગ્નાઈટ ભરીને તેને અમદાવાદ પહોંચાડવા માટે નીકળ્યા હતા. ટ્રકનું  ટાયર ફાંટતાં તેઓ રોકાયા. સુરેન્દ્રનગર  જિલ્લાના સાયલા પોલીસ મથક હેઠળના  નવા સુદામડા ગામ પાસે પ્રજાપતિ હોટલે બન્ને જણા જમ્યા હતા. તે પછી આગળ વધ્યા બાદ ટાયર ફાટતાં  તેને બદલવા બન્ને  વચ્ચે તકરાર થતાં, જેનો જીવલેણ અંજામ નિકળ્યું. ચાલક હીરાભાઈએ પહેલાં ટિફિન અને પછી ટામી વડે માથામાં  ફટકારી કલીનર લાલજી નોરીયાને ગંભીર પ્રકારની ઇજાઓ કરી હતી. ૧૦૮ દ્વારા હોસ્પિટલે ખસેડતા સમયે રસ્તામાં જ કલીનરે આંખો મીચીને દમ તોડ્યો તેમ પોલીસે જણાવ્યું હતું. બનાવ બાદ મરનારના પુત્ર મિતેશે ચાલક વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ બાદ ફરાર થયેલા ચાલકને સાયલા પોલીસે ટેકનિક્લ સૂત્રોથી ડોળિયા બાઉન્ડ્રી પાસેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી  ઝડપાયો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *