અબડાસા તાલુકાનાં કોઠારા ગામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત : બાઇક ચાલકનું મોત. ( આરોપી ફરાર )
અબડાસા તાલુકાનાં કોઠારા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતના બનાવમાં બાઇક ચાલકનું મોત નીપજયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રક નં.જી.જે.૧૨ એ.ઝેડ.૯૯૨૧ ના ચાલકે બાઇક નં.જી.જે.૧૨ ડી.ઈ. ૯૫૨૭ સાથે ભટકાડતા આ બનાવમાં રાજકુમાર આશારામ ચૌધરી નું ઘટના સ્થળે મોત નીપજયું હતું.અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પોંહચી ગઈ હતી. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧: ૦૦ ચાલુ છે.