અમદાવાદની એક સોસાયટીમાં કોરોના નો ધડાકો 22 લોકો કોરોના પોઝિટિવ, તંત્ર દોડતું થયું

અમદાવાદ: કોરોનાની ઝપેટમાં એક આખો પરિવાર આવ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં એક જ પરિવારના 10 લોકો સંક્રમિત બન્યા છે જે 10 પૈકી 3 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હવે એક વધુ સ્ફોટક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં એક જ એપોર્ટમેન્ટમાં કોરોનાના 22 કેસ મળી આવ્યા છે જેના કારણે આખા એપાર્ટમેન્ટને તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદના ગિરધરનગરના જુલી એપાર્ટમેન્ટમાં 22 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે. તંત્ર દ્વારા સોસાયટીને બંધ કરવામા આવી છે. અમદાવાદ કોર્પોરેશન કોરોનાના આંકડામાં ઘટાડો કહી રહ્યું છે તેની વચ્ચે એક જ સોસાયટીમાં આટલા બધા કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ સોસાયટીના તમામ લોકોને તેમના ઘરમાં રહેવા જ તંત્ર દ્વારા સુચના આપી દેવામાં આવી છે.

રીપોર્ટર: ગોહેલ સોહીલ કુમાર