માંડવીના કોડાયમાં સગીરાની છેડતી કરનાર ઈસમ વિરુધ્ધ ફરિયાદ

બે માસ અગાઉ બે વખત શારીરિક છેડતી કરી ભોગ બનનારને અપાઈ જાનથી મારી નાખવાની ધમકી(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)માંડવી : તાલુકાના કોડાય ગામે મહાવીરનગરમાં સગીરાની છેડતી કર્યા મામલે માંડવી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. બે મહિના પૂર્વે બનેલા બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવીના કોડાયમાં રહેતી સગીરા સાથે કોડાયના મહાવીરનગરમાં જ રહેતા વિશ્રામ ગઢવી વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ બે મહિના અગાઉ રાત્રીના સમયે સગીરાની છેડતી કરી હતી અને બીજા દિવસે પણ શારીરિક છેડતી કરીને ભોગ બનનારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે માંડવી પોલીસે આરોપી વિશ્રામ ગઢવી વિરૂધ્ધ આઈપીસીની કલમ ૩પ૪, ૩પ૪(એ), પ૦૬(ર) તેમજ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેન્સ એકટ ર૦૧રની કલમ ૭,૮,૧૧,૧ર અને ૧૮ મુજબ ગુનો નોંધ્યો છે. બનાવને પગલે માંડવી પીઆઈ બી.એમ. ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.