જોડિયા પંથકમાંથી શરાબના જથ્થા સાથે 2 ઇસમો પકડાયા

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામે એલસીબી પોલીસે દરોડો પાડી 40 બોટલ દારૂ સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતા. જયારે એક શખ્સને ફરાર દર્શાવાયો છે.

જોડિયા અને ધ્રોલ તાલુકામાં આજે સવારે એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ ગોજીયા સહિતના સ્ટાફને દારૂ સબંધિત ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે સમગ્ર સ્ટાફે તારાણા ગામે રહેતા અશોક મહેસુરભાઈ બસિયા તથા સુરેશ પુનાભાઈ જાદવના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે મકાન અંદરથી રૂ.16000ની કિંમતનો 40 બોટલ દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.

આ કાર્યવાહી પીઆઈ એમ જે જલુ ની સુચના થી પીએસઆઈ આર.બી.ગોજીયા તથા પીએસઆઇ કે. કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, અલિનભાઇ ચંપા, ફીરોજભાઈ દલ અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ખીમભાઇ ભોરીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ, બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ જાડેજા સંજયસિંહ વાળા, મીતેશભાઈ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે