હોટલમાં ખુરશી પર બેસવા મુદ્દે 2 ઇસમોએ યુવાન પર હુમલો કર્યો
જામનગરમાં જલારામ રેસ્ટોરન્ટની બહાર પંચવટી વિસ્તારમાં બે શખ્સોએ એક યુવાન પર હુમલો કરી માર માર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. હોટલમાં જમતી વખતે ખુરશી પર બેસવા બાબતે બોલાચાલી થતાં આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધી છે. જામનગરમાં પંચવટી વિસ્તારમાં આવેલ જલારામ રેસ્ટોરન્ટ બહાર ગઇકાલે રાત્રે સાડા દશેક વાગ્યાના સુમારે દેવેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા પર હિરેન ચાવડા અને એક અજાણ્યા શખ્સ સહિત બે શખ્સોએ છરી વડે હુમલો કરી ડાયા પડખા અને ડાબા હાથમાં હુમલો કરી ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બન્ને શખ્સો સામે આઇપીસી કલમ 323, 504, 114 મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.